ગાંધીધામનાં કાર્ગો હાઈવે રોડ પર અકસ્માત: એકનું કરૂણ મોત

આજે વહેલી સવારે ગાંધીધામનાં કાર્ગો હાઈવે રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે એકનું મોત થયું હતુ. આ બાબતે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનો જીવન મોત થયો હતો તો એકને 108 એમ્બ્યુલન્સ વડે ભુજ ખસેડાયો હતો.
આ અકસ્માતની જાણ પોલીસને થતાં બી-ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી. અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાફીક મોટી સંખ્યામાં જોવા મળી હતી. આ ઘટનાને પગલે આજુબાજુનાં વિસ્તારમાં રહેતાં રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી આવ્યા હતાં અને ક્રેઈન બોલાવી અને ટ્રકની કેબીનમાંથી વ્યક્તિને બહાર કઢાયો હતો.