સાધુવાસવાણી રોડ પર યુવકે 500 રૂપિયા આપવાની ના પાડી, મિત્રએ છરી ઝીંકી દીધી

copy image

રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલ ઝુલ્લેલાલ કોલ્ડ્રીંકસ પાસે હર્ષ દવે નામના યુવકે 500 રૂપિયા આપવાની ના પાડી તેના મિત્ર દરહાન ઉર્ફે સોઢાએ છરીથી હુમલો કર્યો હતો. જેમાં લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો. આ અંગે ફરીયાદી રજનીભાઈ નંદલાલભાઈ દવે (ઉ.વ.60) એ જણાવ્યું કે હું આલ્ફા રોડવેજમાં નોકરી કરું છું અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હર્ષ ઉર્ફે મોરલી છે. હું નોકરી પર હતો ત્યારે મારી પુત્રીનો ફોન આવેલ કે હર્ષને કોઈએ છરી મારેલ છે તેને સીવીલ હોસ્પિટલે સારવારમાં ખસેડેલ છે. જેથી હું ત્યાં પહોંચ્યો અને મારા પુત્ર હર્ષને પુછતાં તેને જણાવ્યું હતું કે રાત્રીના મારા મિત્ર ફરદિન ઉર્ફે સોઢાનો ફોન આવેલ હતો કે તે સાધુવાસવાણી રોડ પર જુલ્લેલા કોલ્ડ્રીંકસ પાસે ઉભેલ છુ અને મારે તારૂ કામ છે તેમ કહેતાં હું ત્યા ગયો ત્યારે હરદિને કહ્યું કે મારે જામનગર જાવુ છે તું મને 500 રૂપિયા આપ જે મે આપવાની ના પાડી તો તે ઉશ્કેરાયો અને ઝઘડો કરી છરી ઝીંકી દિધી બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.