માતરના સીંજીવાડામાં કોઈનથી જુગાર રમતાં 19 ખેલી પકડાયા, 1 ફરાર

જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે માતરના સિંજીવાડા વાંટાપુરા સીમ વિસ્તારમાં કોઇનથી ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો. પોલીસ ટીમે કુલ રૂ. 9.26 લાખના મુદ્દામાલ સાથે 19 સખ્શોને પકડી પાડ્યા હતા. જ્યારે એક સખ્શ નાસી ગયો હતો.

ખેડા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે લીંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિંજીવાડા વાંટાપુરા સીમ વિસ્તારમાં રહેતા કાન્તીભાઇ રાઠોડના રહેણાંક મકાનમાં જૂગારનાઅડ્ડો ચલાવે છે આ જુગારનો અડ્ડો અમદાવાદના દાણીલીમડામાં રહેતા અશરફઅલી શેખ કોઇનથી જુગાર રમાડતો હતો.

પોલીસ ટીમે બાતમી આધારે સ્થળે દરોડો પાડી જુગાર રમતા અશરફ શેખ, તોફીકખાન પઠાણ, સિદ્દીકઅહમદ અંસારી, બીરલસિંગ રાજપૂત, વિકી રાણા, અશરફ પટેલ, રામદાસ બાગુલ, મુકેશ ઠક્કર, રોહિત ધૂરી, સતિષ કુશવાહ, વિપુલ પટેલ, પ્રવીણ પરમાર, જયેશ સોલંકી, મોહમદસાદાબખાન પઠાણ, ઇરશાદ રંગરેજ, રેહતઅલી અન્સારી, મહંમદઅલી ચૌધરી, મોહમદસફી દીવાન, રમજાની છીપાને પકડી લીધા હતા. જ્યારે કાન્તીભાઇ રાઠોડ નાસી ગયો હતો. પોલીસ ટીમે રોકડ, દાવ પરથી, કોઇન, મોબાઈલ, બે કાર મળી કુલ રૂ 9.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.