બોટાદમાં નવરાત્રી જોવા માટે ગયેલા 2 ભાઈ પર 4 ઇસમોએ કર્યો હુમલો


બોટાદની હાઈસ્કુલમા નવરાત્રી જોવા ગયેલ યુવકની 4 ઇસમે હેર સ્ટાઈલની મસ્તી કરતા યુવકે મસ્તી કેમ કરો છો કહેતા અજાણ્યા 4 ઇસમોએ યુવકને ગાળ આપી માર મારતા યુવકનો ભાઈ મારથી બચાવવા વચ્ચે પડતા ચાર અજાણ્યા ઇસમોએ બંને ભાઈને ઢીકા પાટુનો માર મારતા યુવકે અજાણ્યા 4 ઇસમો સામે ફરીયાદ નોંધાવી હતી.
બોટાદના સાંળગપુર રોડ વણકરવાસમાં રહેતા મનીષભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણ ઉ.વ.19 રાત્રીના10:30 વાગ્યે તેઓ અને તેમના મિત્ર જયદીપભાઈ સોંલકી બોટાદની સરકારી હાઈસ્કુલની અંદર નવરાત્રી જોવા ઉભા હતા ત્યારે મનીષભાઈની હેર સ્ટાઈલ જોઈને તેમની જ ઉમરના 4 ઇસમો બાજુમા ઉભા ઉભા મજાક કરતા હતા ત્યારે મનીષભાઈને એમ લાગ્યુ કે તેમની મજાક મસ્તી કરે છે.
આથી તેમણે બાજુમા ઉભેલા ચારેય ઇસમોને જઈને પુછ્યુ કે તમે લોકો મારી મજાક કરો છો ત્યારે એક ઇસમે જેણે જમણા હાથમાં સફેદ ધાતુનુ કડુ પહેરુ હતુ તેણે મનીષભાઈને કહુ કે હા તારી મજાક કરીએ છીએ અને અહીથી નીકળ તેમ કહેતા મનીષભાઈ ત્યાથી નીકળી થોડે દુર ઉભા રહ્યા તો પાછળ થી તે ચારેયમાથી એકે મનીષભાઈ ને ગાળો આપી તેથી મનીષભાઈએ ગાળો કોણ બોલે છે તેમ કહેતા હાથમા કડુ પહેરેલ ઇસમે મનીષભાઈને ઢીકાનો માર મારી હાથનુ કડુ મનીષભાઈને ડાબા ગાલના ઝડબા ઉપર મારી પથ્થરવડે હુમલો કરતા આ જોઈ મનીષભાઈના નાના ભાઈ નીલેશભાઈ જોઈ જતા નિલેશભાઈ તેમના ભાઈ મનીષભાઈને બચાવવા જતા હાથમા કડુ રહેલ સખશે નિલેશભાઈને ઢીકા પાટુનો માર માર્યો ત્યારપછી ચારેય ઇસમોએ બંને ભાઈઓને માર માર્યો હતો.