નલિયાથી છાડુંરા સુધી ૩કિમી નો માર્ગ રૂ ૪૮ લાખનો બનશે ખર્ચ.

અબડાસા તાલુકાનાં મુખ્ય મથક નલિયાથી છાડુરાનો છેલ્લા પંદરેક વર્ષથી જર્જરિત બનેલા માર્ગના નવીનિકરણ માટે રૂ.૪૮ લાખ મંજૂર કરવામાં આવશે. જેની ટેન્ડર પ્રક્રિયા થોડા સમયમા જ ચાલુ કરવામાં આવશે. નલિયા-છાડુંરાનો ૩ કિમી.નો માર્ગ દોઢ દાયકા કરતાં વધુ સમયથી જર્જરિત હાલતમાં છે. તાલુકા મથક સાથે બે ડઝન જેટલા ગામોને જોડતા માર્ગના સમારકામ અંગે થયેલી રજૂઆતો ધ્યાને નહીં લેવાતા રસ્તો ગાડા વાટ કરતાં પણ ખરાબ બની ગયો હતો.અહીથી પસાર થતાં વાહન ચાલકો માટે માર્ગ શીરદર્દ બની ગયો હતો. ખાસ કરીને ચોમાસામાં તો અહીથી નિકળી શકાય તેવી હાલત જ રહેતી નથી. સતત એક દાયકાની વારંવારની રજૂઆતો પણ બહેરા કાને અથડાતી હતી. સ્થાનિક કક્ષાએથી લઈ છેક ગાંધીનગર સુધી રજૂઆતો થતી રહેતી.આખરે જિલ્લા પંચાયતે નોન એસ્ટિમેંટ પ્લામ હેઠળ માર્ગના નવીનીકરણ માટે રૂ.૪૮ લાખનું એસ્ટિમેંટ બનાવી તે રકમ મંજૂર કરી છે. માર્ગ મકાન વિભાગના ડે. ઈજનેરના જણાવ્યા મુજબ ટૂંક સમયમાજ ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સ્થાનિકો જણાવે છે કે માર્ગનું કામ વહેલાસર ચાલુ થાય તેમજ યોગ્ય ગુણવતાવાળો રસ્તો બને જેથી લોકોને પડતી મુશ્કેલી નિવારી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *