અંજારના ખડિયા તળાવ નજીક જુગારનો ખેલ રમી રહેલા 10 હજાર રોકડ રકમ સાથે 3 શખ્સો ઝડપાયા
અંજારના ખડીયા તળાવ નજીક જાહેરમાં જુગારનો ખેલ રમી રહેલા ત્રણ શખ્સોને પોલીસે રૂ. 10,140 રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. આ બાબતે એએસઆઈ અશોકસિંહ સોલંકીએ માહિતી આપતાં જણાવ્યુ હતું કે, પોલીસવડા પરિક્ષિતા રાઠોડની સૂચના અને અંજાર પોલીસ મથકના પીઆઇ બી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસની ટીમે પ્રેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડકોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજાને ખડિયા તળાવ નજીક જાહેરમાં જુગારનો ખેલ રમાઈ રહો છે તેવી બાતમી મળતા સાંજના સમય દરમિયાન દરોડો પાડતાં એ સ્થળે જાહેરમાં ગંજી પાનાં વડે હારજીતનો ગેરકાયદેસર જુગારનો ખેલ રમી રહેલા 3 શખ્સો ને રૂ.10,140 ની રોકડ સાથે ઝડપી પાડી તેમના વીરૂધ્ધ જુગારધામની કલમ 12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.