મહેસાણામાં પરિવાર ગરબા જોવા ગયો અને ચોર 2 કલાકમાં 6 લાખના મુદ્દામાલની તસ્કરી કરી પલાયન

copy image

મહેસાણા તાલુકામાં આવેલા ખરસદા ગામમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન પરિવાર ગામમાં ગરબા જોવા ગયો હતો એ દરમિયાન બંધ મકાનમાં અજાણ્યા સખશો ઘુસી જઇ દરવાજાના તાળા તોડી સોના ચાંદીના દાગીના મળી કુલ છ લાખથી વધુના મત્તાની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા.

મહેસાણા તાલુકાના ખરસદા ગામમાં રામવીજય નગર મધ્યે રહેતા દિનેશભાઇ પટેલ અને તેમના પત્ની જમ્યા પછી પ્રભુ નગર સોસાયટીમાં ચાલતા ગરબા જોવા ગયા હતા. બાદમાં રાત્રે 11 વાગ્યે ગરબા જોઈ દંપતી ઘરે પાછું આવ્યું એ દરમિયાન ઘરના ઓસરીના દરવાજાનું તાળું તૂટેલું જોઈ ચોકી ગયા હતા.

દંપતીએ ઘરમાં તપાસ કરતા જાણવા મળ્યું કે મકાનના દરવાજાના તાળા તોડી અજાણ્યા કોઈ સખશો ઘુસીને તિજોરી અને ટંકના તાળા તોડી સમાન વેરવિખેર કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 6 લાખ 2 હજાર 900 ના મત્તાની તસ્કરી કરી અજાણ્યા કોઈ સખ્શો પલાયન થઈ ગયા હતા. સમગ્ર બાબતે હાલમાં મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ચોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે