ગરબે રમતી યુવતીની મુસ્લિમ યુવકે છેડતી કરતાં હોબાળો

અસામાજિક તત્વો દ્વારા ગરબે ઘુમી રહેલી યુવતીઓની છેડતી કરવાનો એક ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. જોકે, સમગ્ર ઘટના અંગે મોડી સાંજ સુધી આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી.

સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, આણંદ શહેરની જાણીતી સ્કૂલમાં હાલમાં યોજાઈ રહેલાં એક ગરબા દરમિયાન, ત્યાં હાજર વોલેન્ટીયરના ધ્યાનમાં એક યુવક એક યુવતીનો પીછો કરતો અને તેની સાથે શાબ્દિક બોલાચાલી કરી તેની છેડતી કરતો હોવાનું ધ્યાને આવ્યું. સમગ્ર પ્રકરણમાં યુવતીએ તેને મચક આપી હતી નહીં. જેને પગલે ત્યાં હાજર વોલેન્ટીયર સહિત સંસ્થાના અન્ય યુવકોએ તેને બોલાવ્યો અને તેની પાસે પાસ માંગ્યા હતા. વધુમાં તેના નામ-ઠામની પૂછપરછ કરતાં યુવક લઘુમતી કોમનો હોવાનું સામે આવ્યું હતું.

છેડતી કરનારા યુવકને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો અને ગરબામાં ફરી ત્યાં ન આવવા જણાવ્યું હતું. નોંધનીય છે કે, નામની સાથે જ નંબરવાળા પાસ ઈશ્યું કરવામાં આવ્યા હોવા છતાં બિનઅધિકૃત સખ્શ પાસે પાસ કેવી રીતે પહોંચ્યો તે હવે તપાસનો વિષય છે.