ભુજના માધાપરમાં ટ્રકમાં અચાનક આગ લાગતા બળીને ખાખ, સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

image-355
copy image

ભુજના જોડિયા શહેર માધાપર નજીકના ધોરીમાર્ગ પર ગઇ રાત્રે આગનો બનાવ બન્યો હતો. જેમાં કાર્ગો મોટર પાસેના રવેચી પાર્કિંગમાં ઉભેલા ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. વાલજી ધનજી ગગલની માલિકીની ટ્રક નંબર (GJ 12 AW 6736) માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટરની મદદ વડે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.  આ દરમિયાન લાખોના કિંમતની ટ્રકમાં ભારે નુકસાન થયું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈને ઇજા થઈ નહોતી.

આગની ઘટના ગઇ રાત્રિના 10 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં સુધારાઈ હસ્તકની ફાયર ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરાઇ હતી. આ કામગીરીમાં ફાયર વિભાગના મામદ જત, પ્રતીક ડી. મકવાણા, રમેશ ગાગલ, વાઘજી રબારી જોડાયા હતા. ફાયર ટીમના પ્રયત્નોથી ટ્રકમાં વધુ નુકસાન થતા અટક્યું હતું.