ઠોકર પર ઠોકર :હવે ગેંગરેપ પીડિતોને આ શાળામાં અડમિશન નહીં મળે.

વધતાં જતાં ગેંગરેપને અટકાવવા કરતાં ઊલટુ તેના પર અન્યાય કરવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડના દેહરાદૂનની એક શાળાએ ગેંગરેપ પીડિતને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો છે. શાળાએ દુષ્કર્મનો ભોગ બનેલા વિધ્યાર્થીઓની નોધણી કરવાનો ઇનકાર કર્યો છે. ભોગ બનેલા લોકો દ્વારા એસ.પી.દેહાતને ફરિયાદ કરવામાં આવી હતી. જો કે, પોલીસે શાળા સામે હજુ કોઈ પગલાં ભર્યા નથી. માહિતી અનુસાર ભોગ બનેલા પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી કે આવી શાળાઓ રદ કરવી જોઇયે અને કડક પગલાં લેવા જોઇએ. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એ શાળામાં થોડા વિધ્યાર્થીઓએ વિધ્યાર્થી સાથે ગેંગરેપ કર્યો હતો અને છોકરીને ગર્ભનો કિસ્સો બન્યો હતો. શાળાના બધા આરોપી,શાળા સંચાલન અધિકારીઓ અને સંકળાયેલા લોકોની અટક કરવામાં આવી અને શાળાને રદ કરવામાં આવી છે તેથી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે આમતેમ દોડદામ કરે છે. આ ઉપરાંત ,દુષ્કર્મનો ભોગ બનેલાને પ્રવેશ મળે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.