અબડાસા તાલુકા ખીરસરા(વીં)માં જમીનની દલાલી બાબતે થહેલા હુમલામાં 10 ઇજાગ્રસ્ત, પોલીસે બંને પક્ષે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ

અબડાસા તાલુકાના ખીરસરા(વીંઝાણ) માં જમીનની દલાલી બાબતે થાળી મારમારીમાં બંને પક્ષે 10 શખ્સોને ઇજાઓ પહોંચી છે. કોઠારા પોલીસ સ્ટેશનમાં જેઠાલાલ બુદ્રાલાલ મહેશ્વરીએ નોંધાવેલ ફરિયાદ અનુસરે સાંજના અરસામાં રામજી થાવર મહેશ્વરી, ડાઈબેન રામજી મહેશ્વરી, રાણાભાઈ મહેશ્વરી, જ્ખુ થાવર મહેશ્વરી, જયંતી મહેશ્વરી, પ્રવીણ જ્ખુ મહેશ્વરી, જીવાબેન જ્ખુ મહેશ્વરીએ સાથે મળીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જ્યારે જેઠાલાલને માથાના ભાગે અને ડાબા હાથમાં અને પ્રેમજીને માથાના ભાગે ઇજાઓ પહોચાડી હતી. બીજી બાજુ જ્ખુ થાવર મહેશ્વરીએ ફરિયાદ નોંધાવી હતી કે, જ્ખુભાઈના પિતાની જમીન 8 મહિના પહેલા વેચાણ કરી હતી, જેના દલાલ તરીકે રમેશ મહેશ્વરી હતો તેની પાસેથી રૂ2.50 લાખ લેવાના બાકી હતા જે આપવાનું જણાવતા તે બાબતનું મનદુ:ખ રાખીને ઉશ્કેરાઈ કુહાડી, લોખંડના પાઇપ, ધોકા સહિતના હથિયારો વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે પોલસે બંને પક્ષે સામસામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે