ટોડીયામાં ઘરમાં ઘૂસેલા એ આધેડને માતા-પુત્રોએ જ મોતને ઘાટ ઉતાર્યો હોવાથી આરોપીઓને જેલમાં ધકેલાયા


બે દિવસ પહેલા નખત્રાણાના રવાપરના મફતનગરમાં અંજારનો ૪૫ વર્ષિય પદયાત્રી ખુમાનસિંહ ઝાલા ઘરમાં ઘૂસી જતા મહિલા અને તેના બે પુત્રે માર મારતા તેને માથામાં હેમરેજની ગંભીર ઈજા થતાં તેનું મોત થતા આ શંકાસ્પદ મોતની ઘટના અંતે ધારણા મુજબ હત્યામાં પલટ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બનાવ ગત 23મીના રાત્રી દરમિયાન બન્યો હોવાનું અને મુળ પાટણના હાલ અંજાર રહેતા ખુમાનસિંહ ઝાલા (ઉ.વ.45) નામનો પદયાત્રી રવાપર મફતનગરમાં મલાબાઈ ઈશાક ઉર્ફે ડાડાળો નોડેના ઘરમાં ઘૂસી ગયો હતો. જેથી મલાબાઇ તેમજ તેમના પુત્રો રફિક અને વલીમામદ ત્રણેય મળીને ખુમાનસિંહને ઢોર માર માર્યો હતો. જેના લીધે માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. દરમિયાન પદયાત્રીઓના બંદોબસ્ત રોકાયેલી પોલીસને જાણ થતાં પોલીસે ખુમાનસિંહને માર ખાતો છોડાવીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
બનાવના બીજા દિવસે સવારે ખુમાનસિંહની લાશ ટોડીયા ગામમાં મોમાઇનગરના બસ સ્ટેશન પરથી મળી આવી હતી. જેનું નખત્રાણા સીએચસીમાં પીએમ થયા પછી માથા પર ઇન્જરી હોવાને કારણે મોત નિપજ્યાનું સામે આવતાં પોલીસે મૃતકની ઓળખ મેળવ્યા પછી મૃતકના પરિવારજનોની ફરિયાદ પરથી તપાસ બાદ રવાપરના મફતનગરમાં ઘરમાં ઘુસી જવા બદલ પદયાત્રીને માર મારવામાં આવ્યો હતો. એ જ મૃતક વ્યક્તિ હોવાનું સામે આવતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરીને આરોપી માતા-પુત્રોની અટકાયત કરીને ગુરૂવારે કોર્ટના આદેશથી જેલમાં ધકેલી દેવાયા છે.