બ્રાહ્મણવાડા પાસે ટ્રક, બે ગાડી અને આઈસર વચ્ચે અકસ્માત; એકનું મોત, છ ગંભીર રીતે ઘાયલ

ઊંઝા બ્રાહ્મણવાડા પાસે એકી સાથે ચાર વાહનોની અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં ટ્રક, વેગેનાર ગાડી, આઈશર, અલ્ટો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં એકનું મોત અને છ લોકોને ગંભીર રીતે ઘાયલ થયા છે.
ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વડે ધારપુર સિવિલ હોસ્પિટલ અને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણઊંઝા પોલીસ સ્ટેશનમાં થતાં તાત્કાલિક પોલીસે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.