ઊંઝા પાસે નેશનલ હાઇવે પર વાહન આગળ ગાય આવી જતાં વાહન રોડની સાઈડમાં ઉતારતા સવાર લોકોને નાની-મોટી ઈજાઓ


ઊંઝા નેશનલ હાઇવે ઉપર વાહન આગળ અચાનક ગાય આવી જતાં અકસ્માત થયો હતો. અકસ્માત થતાં પસાર વાહન ચાલકોએ ઉભા રહી તાત્કાલિક વાહનમાં બેઠેલા માણસોને અંદરથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જે 108 એમ્બ્યુલન્સે આવીને ઇજાગ્રસ્ત માણસોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જો કે સમગ્ર ઘટના વિશે જાણવા મળ્યું હતું કે વાહનને ગાયની ટક્કર લાગતાં વાહન રોડની સાઈડમાં ઉતર્યું હતું. ભારે જહેમત બાદ ગાડીમાં સવાર માણસોને બહાર કઢાયા હતા અને સદભાગ્યે મોટી જાનહાનિ થઈ ન હતી.