નખત્રાણા અને અબડાસામાં અકસ્માતના બનાવમાં બે જણને ગંભીર ઇજાઓ.

નખત્રાણા, મુંદ્રા અને અબડાસા તાલુકામાં માર્ગ પર બનેલા અકસ્માતના બનાવમાં બાઈકના ચાલક એવા બે જણને ગંભીર ઇજા થઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ નખત્રાણા ખાતે જલારામ વે બ્રિજ સામે શુક્રવારે મોડીસાંજે પાછળથી આવતી બાઇકની ટક્કર લાગતાં ખેંગારખાન કાસમખાન સમેજા (ઉ.વ. 21)ને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી . બાઇકના ચાલક સામે ઇજાગ્રસ્ત ભાઈ માધાપરના જામખાને ફરિયાદ લખાવી હતી. જ્યારે અબડાસામાં અદાણિ પાવર પ્લાન્ટ નજીક ટ્રેઇલર બાઇક સાથે અથડાતાં બાઈકના ચાલક સુલેમાન હાજી આમદ મંઘરાને ગંભીર ઇજાઓ થઈ હતી. ટ્રેઇલરના ચાલક સામે અલીમામદ જાક્બ મંઘરાને ફરિયાદ લખાવી હતી તેમ પોલીસ ઉમેર્યું હતું.