સાત વાળીમાં દેશી દારૂ નો અડ્ડો પોલીસે બાતમી દરમિયાન 44 હજારના મુદામાલ સાથે 5 શખ્સો ને ઝડપી પાડ્યા.

બોર્ડર રેન્જ આઇજી ડી.બી.વાધેલાની માહિતી મુજબ પી.એસ.આઈ. જી.એમ.હડીયાની આગેવાનીમાં પ્રેટ્રોલિંગ સમયે બાતમી મુજબ સાતવળી વિસ્તારમાં દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે, બાતમીના આધારે રેડ પાડી રવા ખોડા આહિર, ભરત રામજી માલી, રાજેશ તોલારામ જેશિંગણી, કીશન દેવજી અરણીયા, રૂપેશ ગુલવાણીને રૂ. 3,580 ની કિંમતના 181 લીટર તૈયાર દેશી શરાબ અને રૂ.40,000 ની કિંમતના વાહનસાથે ઝડપી તેમના વિરુધ્ધ ગુનો નોંધી આદિપુર પોલીસને કાર્ય સોપ્યા હતા. આ કામગીરીમાં બોર્ડર રેન્જ આરઆર સેલના પી.એસ.આઈ. સાથે સ્ટાફના પરિક્ષિતસિંહ જાડેજા, દિલિપસિંહ જાડેજા, મેઘજીભાઇ મહેશ્વરી, શિવરાજસિંહ રાણા સહિતના જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *