વાયોરમા જુગાર રમી રહેલા પાંચ શખ્સોની પોલીસે અટક કરી.

અબડાસા તાલુકાનાં વાયોર ખાતે જુગાર નો ખેલ ખેલતા પાંચ શખ્સોની અટક કરવામાં આવી છે. બાતમીના આધારે પોલીસ મુકેશ અશોકભાઈ જોશી, દેવાલાલ સહદેવ વર્મા, શીવપ્રસાદ ઇન્દ્રદત ત્રિપાઠી, ગગનદાસ રોહિતદાસ મહંત, સખીરામ ગુરદાસ બતવાલના કબ્જામાથી રોકડા ૧૯૮૬૦/-બાઇક સહિત ૨૯૯૬૦ ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા હતો. તમામ શખ્સો સામે જુગારધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અહી જુગાર ચાલી રહ્યો છે. અંતે જાણકારી મળતા દરોડો પાડીને આ કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કોઈ પણ જગ્યાએ જુગાર રમાતો હોય તો તેની જાણ સ્થાનિક પોલીસને કરવા જણાવવામાં આવ્યું છે. બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામા આવશે.