ભુજમાં રાહદારી મહિલાના ગળામાથી સોનાની ચેઇન ખેચી જતાં આરોપીની ધરપકડ.

ભુજ શહેરના કેમ્પ વિસ્તારમાં માનસિક રોગની હોસ્પિટલ પાસે બપોરે તાલુકાનાં મીરજાપર ગામના જમનાબેન પ્રેમજી ચાવડા નામના રાહદારી મહિલાના ગળામાથી રૂ. ૩૪ હજારના કિમતની સોનાની ચેઇન અજાણ્યા બાઇક સવાર ખેચી જતાં પોલીસ બેડામાં દોડદામ મચી ગઈ છે. કેમ્પ વિસ્તારમાં રહેતા પોતાના ભાઈને તેમના ઘરેથી મળીને મીરજાપર જવા માટે નીકળેલા જમનાબેન સાથે બપોરે બે વાગ્યે આ બનાવ બન્યો હતો. અંદાજિત ૨૦ થી ૨૫ વર્ષીની ઉમર નો એક ઠીંગણા કદનો બાઈકનો ચાલક ચેઇનની ચીલઝડપ કરી ગયો હોવાનું જમનાબેનના પુત્ર ભાવિકે ફરિયાદમાં લખાવ્યું હતું. બી ડિવિઝન પોલીસના ઈન્સ્પેકટર વી.કે. ખાંટે કેસની તજવીજ હાથ ધરી છે. દરમ્યાન જાણવા મળતી વિગતો મુજબ, આ પ્રકરણનો તહોમતદાર પોલીસના હાથવેંતમાં છે. ચીલઝડપ સમયે ભોગ બનનારી મહિલાએ શખ્સની બાઇકનું ઇગ્નેશન ચાવી ફેરવીને બંધ કરી નાખતા ચેઇન ખેચનારો વાહન છોડીને નાશી ગયો હતો. આ પછી તે બાઇક લેવા માટે પરત બનાવ સ્થળે આવ્યો ત્યારે’નજરાઈ ‘ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે શખ્સની વિધિવત અટક બાદ તેની પાસેથી આ પ્રકારના અન્ય કિસ્સાઓ તાગ મળવાની સંભાવના પણ જોવાઇ રહી છે.