ભુજમાંથી સગીર વયની બાળાનું કોઈ અજાણ્યા આરોપી અપહરણ કરી નાસી ગયા.

ભુજમાંથી સગીર વયની બાળાનું અપહરણ કરવામાં આવતાં ધમધમી મચી ગઈ હતી. જે બાબતે ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંગે ભુજ શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે કોડકી રોડ પર રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરીને નાસી ગયેલો હતો. જે અંગે ગુનો નોધીને પોલીસ દ્રારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.