નખત્રાણામાં બાઈકચાલકે પુરપાટ વેગે બાઇક ચલાવીને રોડની સાઈડમાં રહેતા યુવાનને પાછળના ભાગે ટક્કર મારતા અકસ્માત સર્જાયો.
નખત્રાણામાં બાઇકે હડફેટે લેતાં એકને ઇજા પહોચી હતી. ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં જામખાન કારખાના સમેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ બાઇક નંબર જીજે-12-ડી-0675ના આલકે પુરપાટ વેગે બાઇક રોડની સાઈડમાં રહેલા ખેંગારખાન કાસમખાન સમેજાને પાછળના ભાગે ટક્કર મારીને અકસ્માત કરતાં તેને માથાના ભાગે હેમરેજ અને ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.