ગળપાદરમાંથી રૂ.90 ખેલ ખેલતા હજારની રોકડ રકમ સાથે જુગારનો 12 શખ્સો ઝડપાયા.

ભુજ આરઆરસેલની ટીમ દ્રારા ગાંધીધામ તાલુકાનાં ગળપાદરમાં દરોડો પાડીને 12 જુગારીઓને રોકડ રકમ રૂ. 90,400 સહિત કુલ રૂપિયા અઢી લાખનાં મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. આ અંગે આરઆરસેલમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગળપાદરની વર્ધમાન સોસાયટીની બહાર ખુલ્લામાં જાહેર જગ્યાએ કેટલાક શખ્સો ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહ્યા છે તેથી તે જગ્યાએ પોલીસે દરોડો પાડીને 12 જુગારીઓને પકડી પાડ્યા હતા. જેમાં પોલીસે વિશ્રામ ઉર્ફે બાબુ વિશા ઠાકોર(રહે.ગળપાદર), ગોવિંદચાવડા(રહે.ગાંધીધામ), રામજી મેઘજીભાઇ મહેશ્વરી(ગળપાદર),શેરમામદ ઉર્ફે ભીખાભાઇ હાજીભાઇ રાયમા(રહે.ગળપાદર), દિલુભા વેલુભા જાડેજા(રહે.ગળપાદર), હનિફ ભચુ સોઢા(રહે.મિઠી રોહર), દેવન્દ્ર દેવીદાસ કાપડી(રહે.ગળપાદર), ગુલમામદ ઓસ્માણ રાયમા(રહે.ગાંધીધામ), રમેશ મોહનલાલ દરજી(રહે.ભચાઉ), ચેતન હરિલાલ કાપડી(રહે.ગળપાદર), હમીરભાઈ ભોજાભાઈ આહિર(રહે. ગળપાદર)નો સમાવેશ થાય છે.