કચ્છના નલિયાથી છાડુરા સુધીનો રસ્તો મૂતપાય અવસ્થામાં ને તંત્ર કુંભકરણની નીંદ્રામાં છે.

કચ્છના અબડાસા તાલુકાનાં મુખ્ય મથક નલિયાથી છાડુરાનો રસ્તો છેલ્લા ૧૦ વર્ષોથી મુતપાય અવસ્થામાં ને તંત્ર કુંભકરણની નિદ્રામાં છે!! નલિયાથી છાડુરા સુધીનો રસ્તો મૂતપાયે હોવા છતાં પણ આખ આડા કાન કરી રહ્યા છે. નલિયાથી લઈને છાડુરા સુધીના રસ્તા ઉપર જ્યાં જોવો ત્યાં સુધી ખાડા ,ખાબોચિયા જ જોવા મળે છે. અબડાસા તાલુકાનાં નલિયા મથકને બે ગામને જોડતો રસ્તાની બનાવવા માટેની રજૂઆતો થયેલી છે છતાં પણ તંત્ર આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. અહીથી પસાર થતાં વાહન ચાલકો અને આમજનતા માટે એક મોટી મુશ્કેલી સહન કરી રહ્યા છે. કચ્છના સ્થાનિક કક્ષાથી લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવેલ છે. નલિયાથી છાડુરા સુધીના આવા રસ્તાના કારણે રસ્તા ઉપર મોટા અકસ્માતો સર્જાઇ શકે છે.તાત્કાલિત અસરથી આ રસ્તાનો કામ ચાલુ કરવામાં ઈવી લોક માંગણી ઉઠી રહી છે. ત્યારે તંત્ર આ કામમાં રસ રાખીને ઝડપથી પુન: નિર્માણ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *