અબડાસામાં સાંધીપુરમમાં બંધ મકાનનું તાળું તોડી 19 હજારની રોકડ રકમ ની ચોરી.

ભુજ અબડાસામાં સાંધીપુરમ ખાતે મૂળ પરપ્રાંતીય એવ સિમેન્ટ કંપની એકમના કામદારના બંધ મકાનનું તાળું તોડીને રૂ,19 હજારની રોકડ કોઈ અજાણ્યા ચોર ચોરી ગયા હતા. પોલીસ સાધનોએ આપેલી વિગતો મુજબ સાંધીપુરમ ખાતે ગત રાત્રિ દરમિયાન મૂળ ઉતરપ્રદેશના રહેવાસી એવા સાંધી સિમેન્ટ એક્મના કામદાર તપેશકુમાર શંકરનાથ તિવારીનું રહેણાકનું બંધ મકાનને આરોપીએ નિશાન બનાવ્યું હતું. આ વિશે નોધાવેલી ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યુ હતું કે આ ઘટનામાં મકાનનું તાળું તોડીને કોઈ ચોર અંદર ધૂસ્યા હતા અને ઘરમાં પડેલી રૂ. 19 હજારની રોકડની ચોરી કરી ગયા હતા. વાયોર ફોજદાર એસ.એ.ગઢવીએ ઘટનાની તપાસ હાથ ધરી છે.