બન્નીના માલધારીઓ દ્વારા ઘાસચારા બાબતે કલેક્ટર શ્રી ને અપાયું આવેદન પત્ર.

હાલમાં જયારે કચ્છને અછત ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બન્ની વિસ્તારના માલધારીઓ દ્વારા કચ્છ કલેક્ટર શ્રી ને વિવિધ મુદે આવેદન પત્ર આપવામાં આવ્યું

જેમાં પશુઓના ઘાસચારા તેમજ પીવાના પાણી,ઢોરવાડા શરૂ કરવા,બન્ની માલધારી સંગઠનનો સમાવેશ કરવા,સરકારી મેન્યુઅલમાં છૂટછાટ,કોલસા બનાવવાની છૂટછાટ,બહાર જતાં માલધારીઓ માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ તેમજ વિવિધ માંગ ને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.