ભુજમાં SC/ST કર્મચારીઓ દ્વારા અધિવેશન યોજાયું

ભુજના હોસ્પિટલ રોડ ઉપર આવેલ બાબાસાહેબ આંબેડકર ભવનમાં ઓલ ઈન્ડિયા પોસ્ટલ SC/ST કર્મચારી વેલ્ફેર એસોસીએસન કચ્છ યુનિટ દ્વારા અધિવેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 વિધાર્થીઓ હતા. સાથે જે કર્મચારીઓ નિવૃત થવાના છે. તેમનો વિદાય સમારંભ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે કેટલાય મેમ્બરોને ભારતીય બંધારણ ની ગિફ્ટ આપવામાં આવી હતી. અહી મોટી સંખ્યામાં SC/ST સમાજના અગ્રણીઑ ઉપસ્થિત રહ્યા હતા સાથે પોતાના ઉદાહરણ આપ્યા હતા. અને શિક્ષણ પ્રતે માહિતીગાર કરાયા હતા.