વલસાડ ACB એ PSI તેમજ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયા.
.
એન્ટિ કરપ્સન બ્યૂરો (ACB) માં એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે લાંચ લેનાર વાપી ટાઉન પોલીસના પોલીસ સબ ઈન્સ્પેકટર અને પોલીસ કોન્સટેબલ રંગે હાથે ઝડપાઇ ગયા હતા. જયારે ACB એ લાંચની રકમ રૂપિયા ૧૨૦૦૦ રિકવરી કરી લીધી હતી. આ બનાવમાં એક જાગૃત નાગરિક ફરિયાદીની માતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનાહમાં વોંટેડ હોઈ જેની તપાસ A.R. ગામિત પાસે હતી. જેમણે તારીખ 14મી ના ગુનાહમાં હાજર થવા માટે રૂપિયા એક લાખ માંગળી કરી હતી. પોલીસ કોન્સટેબલ રાજૂ સોન્યા ભાઈ કામડીએ ફરિયાદીની માતા પાસે થી રૂ 10000 લીધા હતા. બીજા રૂ. 10000 ચોકી ઉપર આપી જવાનું વાયદો કર્યો હતો. જેમાં બાકીની રહેતી રકમ લેવા માટે કોન્સ્ટેબલે ફરિયાદીની માતા તેમજ ફરિયાદી સાથે વાત કરી રૂપિયાની માંગળી કરી હતી. જે રકમ સ્વીકારતી વેળાએ ACB એ તેને રંગે હાથે ઝડપી લીધો હતો.