નાના કપાયામાથી ૨૪ હજારની ચોરીની ઘટના ત્રણ મહિને પોલીસ ચોપડે નોધાઈ.

મુન્દ્રા તાલુકાનાં નાના કપાયા ગામે મહેશ્વરીવાસમાં ત્રણ મહિના પહેલા થયેલી રૂ. ૨૪૦૦૦ /-ની ચોરીની ઘટના ગઇકાલે પોલીસ ચોપડે નોધાઇ હતી. નાના કપાયામાં રહેતા ગાંગજી કરમણ સોધમ અને તેમનો પરિવાર ગત તા. ૨૨- ૭ ના રાત્રે પોતાના ઘરે સૂતો હતો. દરમ્યાન કોઈ નિશાચરે તેમના ઘરમાથી બે મોબાઈલ,રોકડા રૂ. ૩૫૦૦ ,કાંડા ઘડિયાળ, આર.સી.બુક ,આધાર કાર્ડ એમ કુલ રૂ. ૨૪૦૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ત્રણ મહિના પહેલા થયેલી ચોરીની આ ઘટના ગઈ કાલે રાત્રે પોલીસ ચોપડે ચડતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા.