માધાપર પાસે બાઇક ચાલકની અડફેટે લેતા એકટીવા ચાલકને ગંભીર ઇજા

ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા વૃધ્ધ પોતાની એક્ટીવા પર સાંજના અરસામાં હાઇવે રોડ તરફ જઇ રહયા હતા ત્યારે પાછળથી પુરપાટ આવતી અજાણી બાઇકના ચાલકે ટક્કર મારી નાશી ગયો હતો. એ બનાવમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. પોલીસ સુત્રોની મોહિતી પ્રમાણે અકસ્માતનો બનાવ માધાપર ભુજ રિંગ રોડ પર પંજાબી હોટલની સામેના રોડ પર થયો હતો. માધાપર ખાતે નરનારાયણ નગર જુનવાસમાં રહેતા આમજીભાઇ રામજીભાઈ ગાંગલ(ઉ.વ.70)પોતાની એકટીવા પર ઘરેથી નીકળીને હાઇવે રોડ પર જઈ રહયા હતા ત્યારે પાછળથી અજાણ્યા બાઇક સવારે તેમની એકટીવાને  ટક્કર મારી બાઇક હંકારી નાશી છૂટ્યો હતો. આ બનાવને પગલે આસપાસના બધા લોકોનું મોટું ટોળું ભેગું  થઈ ગયું હતું અને ધાયલ આમજીભાઇને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *