ભુજમાં બી.એડ.ની છાત્રાએ ગળેફાસો ખાઈને આત્મવિલોપન કર્યો.

ભુજમાં બી. એડનો અભ્યાસ કરતી છાત્રાએ પરીક્ષાનું ટેન્શન આવી જતાં ગળેફાસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. આ બાબતે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાથી પ્રાપ્ત થતી માહિતી મુજબ નમ્રતાબેન બટુકગર ગુંસાઈ (ઉ.વ. 21 ) જેમણે પોતાના ઘરે પંખામાં પછેડી બાંધીને ગળેફાસો ખાઈને આત્મવિલોપન કર્યો હતો. આ બાબતે તપાસનિશ સુભાષ ગોસ્વામી જણાવ્યુ હતું કે, યુવતી બી.એડનો અભ્યાસ કરી રહી હતી અને પરીક્ષાના ટેન્શનના કારણે તેણે આ પગલું ભરી લીધું હતું.