આદિપુરમાં શાળાના મેદાનમાંથી પાર્ક કરેલ 45 હજાર નું બાઇક તસ્કરો હંકારી ગયા.

 

 

આદિપુરમાં શાળાના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી રૂ. 45 હજારની મોટરસાઈકલ ચોર ચોરી જતાં ગુનો નોધવામાં આવ્યો છે. આદિપુર પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ડીપીએસ સ્કૂલની સામે આવેલ ગ્રાઉન્ડમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. શહેરના એસવીએફ મધ્યે રહેતા અશોકદાસ શીતલદાસ હીરાણીએ રાત્રિના અરસામાં શાળા સામે મેદાનમાં બાઇક નં જીજે-12-ડિએચ-7170,કિંમત રૂ 45 હજારનું પાર્ક કર્યું હતું, ત્યારે રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા શખ્સોઆવ્યા હતા અને મોટરસાઇકલનઇ ચોરી કરી ને ગુમ થયા હતા. ચોરીના બનાવ બાદ આખરે આદિપુર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *