ધાંગધ્રાના સબજેલના જેલર રૂ. 7 હજારની લાંચ લેતા એસીબીના હાથે પકડાયા.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સબજેલમાં જેલરને લાંચ લેતા એસીબીના હાથે પકડાઈ ગયા હતા. સુરેન્દ્ર નગર જિલ્લાના ધાંગઘ્રાની સબજેલમાં નાયબ મામલતદાર અને સબજેલના જેલર જીતેન્દ્રકુમાર કાંતિલાલ વાઘેલા વર્ગ-3 એ રૂ. ૭૦૦૦ ની માંગ કરી હતી. મળતી વિગતો મુજબ ફરિયાદીના મામા અને મામાનો દીકરો ધાંગધ્રા સબજેલમાં હોય તેઓના વિરુદ્ધ જેલ બદલી માટેના ખોટા રિપોર્ટ નહીં કરવાના તથા ખોટી રીતે હેરાન નહીં કરવાના તે માટે જેલરે રૂ. ૭૦૦૦/-ની માંગ કરી હતી. જે ફરિયાદી આપવા માંગતા ન હતા જેથી એસીબી નો સંપર્ક કરી તારીખ ૧૪-૧૦-૨૦૧૮ ના રોજ ફરિયાદ દાખલ કરાવેલ તથા ૨૨-૧૦-૨૦૧૮ ના રોજ લાંચના નાણાની માંગ કરેલી તપાસમાં ખૂલતાં નાણાની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.