સુખપર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા

ભુજ તાલુકાના સુખપર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાન ઘવાયો હતો. આ બાબતે માનુકૂવા પોલીસ સ્ટેશનમાં ફરિદાબેન રમજુ રાયમાએ નોધાવેલી ફરિયાદ મુજબ સવારના અરસામાં સુખપર નજીકના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી ટ્રક નંબર જીજે-12-એટી-6391નો ચાલક પોતાનું વાહન પૂરપાટ વેગે હંકારીને લઈ જઈ રહ્યો હતો.,તે બાઇક નંબર જીજે-12-સિકે-0014ને ટક્કર લાગતા શહેજાદ નામના યુવાનને મોઢાના ભાગે ફેકચર અને જમણા પગમાં તેમજ માથાના ભાગે ઇજાઓ પહોચી હતી. તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે માનકુવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.