ભચાઉ તાલુકાનાં આધોઈમાં ખેતરના બાબતે ખેડૂતને લાકડી વડે માર માર્યો

ભચાઉ તાલુકાના આધોઈ સીમમાં ખેતરનો શેઢો ખોદવાનું પૂછાતા એક શખ્સે ખેડૂતને લાકડી વડે માર માર્યો હતો. સમાખયાળી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના આધોઈ ગામની સીમમાં આ ઘટના બની હતી. ગામમાં રહેતા વેળા વસતા પટેલ ગત બપોર અરસામાં સીમમાં ખેતરે ગયા હતા, જેમાં આરોપી દેવરાજ ભૂરા રાવરિયાને ખેતરનો શેઢો ખોદવા બાબતે પૂછતા આરોપીએ બોલાચાલી કરી હતી. અંતે  મામલો ઉગ્ર બની જતાં દેવરાજ રાવરિયાએ લાકડી લઈને ખેડૂતને માર માર્યો હતો. તેમલ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે સમાખિયાળી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *