શેરડી પાસે બાઇક સ્લીપ થતાં મંજલના વૃદ્ધનું મૃત્યુ નીપજયું.

માંડવી તાલુકાના શેરડી ગામ નજીક બાઇક સ્લીપ થતાં હમલા મંજલના વૃદ્ધનું મૃત્યુ થયું હતું. આ બાબતે  પોલીસમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર કેશવજી ખેરજ મહેશ્વરી(ઉ.વ.65)પોતાનું બાઇક લઈને ગઢશીશાથી હમલા જઈ રહ્યા હતા તે દરમિયાન શેરડી પાસે રસ્તામાં બકરાનું ટોળું આડે આવતા બાઇકને બ્રેક મારતા બાઇક સ્લીપ થઈ ગયું હતું, જેના કારણે તેમણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *