કલેકટર યોજી સુનાવણી : ભુજના નગરસેવકને પદભ્રસ્ત કરવા સંદર્ભે મોકલેલી દરખાસ્ત પ્રક્રિયા શરૂ

 

ત્રણ સંતાનના પિતા બનવા છતાં 14 માસ સુધી જન્મનોંધણી કરાવવાનું ટાળીને સતાની ખુરશીને ચીટકી રહેલા ભુજના નગરસેવક વોર્ડ નં 6ના નગરસેવક ધીરેન ઠક્કરને પદભ્રષ્ટ કરવા સંદર્ભે ચીફ ઑફિસરે મોકલેલી દરખાસ્ત પર જિલ્લા કલેકટરે કાયદેસર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગત 14 સપ્ટેમ્બરે ઠક્કરને પદભ્રષ્ટ કરવા જિલ્લા કલેક્ટર મોકલાયેલી દરખાસ્ત સંદર્ભે કલેકટરે સુનાવણી યોજી હતી. જો કે, નગરસેવક ધીરેન ઠક્કરે સતાવાર પ્રત્યુતર પાઠવવા વધુ એક મુદત માંગી છે. કલેક્ટર રેમ્યા મોહનની જણાવ્યા અનુસાર હવે બીજી સુનાવણી નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં યોજાશે. તેમણે જણાવ્યુ કે, ત્રણ સુનાવણી યોજાયા પછી નગરસેવકને પદભ્રષ્ટ કરવા અંગેની દરખાસ્ત પર અંતિમ નિર્ણય લેવાઇ જશે. ઉલ્લેખનીય છે કે, ઠક્કરને પદભ્રષ્ટ કરવા ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલા એ મોકલેલી દરખાસ્તમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે,ધીરેન ઠક્કરે ‘ઈરાદાપૂર્વક’ તેના નોધણી દફતરે મોડી કરાવી છે. નોંધણીમાં ઠક્કરે ત્રીજા બાળકની જન્મતારીખ 18-6-2017 દર્શાવી છે. પણ નોંધણી બે માસ પૂર્વે બીજી ઑગસ્ટ 2018ના કરાવી હતી  તથા ત્રીજું સંતાન જન્મ્યાના 14 માસે ઠક્કરે ત્રીજા સંતાનની જન્મ્યાના 14 માસે ત્રીજા સંતાનની નોંધણી કરાવી છે કાયદાનો ભંગ કરીને ઠક્કરે ઈરાદાપૂર્વક ત્રીજા સંતાનની વિગતો છુપાવી તે રાખી તે બાબતે ફોજદારી કે અન્ય કાર્યવાહી પણ થઈ શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *