પિયરમાં સમાધાન કરવાના બહાને બોલાવી કાકા-કાકીએ માર મારી કોઈ કેફી પીણું પીવડાવ્યું : ત્રણ આરોપીએ દુષ્કર્મ આચરું

 

ભાવનગર સીંધી વેપારી સાથે પ્રેમ લગ્ન કરેલ અને એક પુત્રીની માતાને પિયરમાં તેના પરિવારજનોએ તેની સાથે સંબંધ તોડી નાખ્યા પછી ઘણા સમય બાદ તેને પિયરમાં તેના કાકાને ત્યાં બોલાવી બે-ત્રણ દિવસ રાખી તેન કેફી પદાર્થ પીવડાવી મારમારી સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધનું કામ કર્યાની ફરિયાદ પાલિતાણા પોલીસ સ્ટેશનમાં નોધાઈ હતી. ભાવનગર શહેરમાં હોલસેલ સિંધી વેપારી સાથે એક પાલિતાણાની યુવતીએ પ્રેમલગ્ર કર્યા હતા જેને એક પુત્રી  પણ છે. તે ને પિયરમાં સભ્યોને આ લગ્ર મંજુર ન હોવાથી તેઓએ યુવતી સાથે સંબંધો તોડી નાખ્યા હતા. તે સમયે યુવતિના પિતાનું પણ મૃત્યુ થયું હતું. દરમ્યાન તેના પિયરમાં તેના કાકા કમલેશભાઈ રામજીભાઇ ભરોડીયાએ તેને સમાધાન કરવા માટે પોતાના ઘરે બોલાવી હતી અને બે-ત્રણ દિવસ રાખી તેના પતિ સાથે સંબંધો તોડી નાખવા દબાણ કર્યું હતું. બે દિવસ દરમ્યાન તેને  ત્રાસ આપ્યો હતો પરંતુ તેણી નહીં માનતા તેને ચામાં કોઈ કેફી પદાર્થ પીવડાવી તેના ભત્રીજાએ છાતીએથી પકડી રાખી કાકી જાગૃતિબેનએ કમરપટ્ટાથી માર માર્યો હતો. પછી અન્ય આરોપીઓ અંકિત મકવાણા, રાકેશ અને અજાણ્યા શખ્સોએ  ભેગા મળી બેભાન અવસ્થામાં તેની પર વારાફરતી સામુહિક દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચાયું હતુ. પછી યુવતીએ તેના દિયરને બોલાવી આ બઘટનાની  જાણ કરી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તમામ વિરુધ્ધ પાલિતાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી ને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *