રૂખડીયાપરામાં આડાસંબંધથી કંટાળી યુવકે સાસુ-પત્નીની નજર સામે પેટ્રોલ છાંટી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો

રાજકોટના રૂખડીયાપરામાં હાજીપીરની દરગાહ પાસે રહેતાં યુવકે રાત્રે સાડા નવેક વાગ્‍યે શરીરે પેટ્રોલ છાંટી અને પછી બાઇક પર બેસી જુના મોરબી રોડ પર સીટી સ્‍ટેશન સામે સાસુના ઘર પાસે જઇ સાસુ અને પત્‍નિની નજર સામે જ કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. હાલ યુવક સારવાર હેઠળ છે.
યુવકે હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યું હતું કે, તેને 6 વર્ષ પહેલા કૌટુંબિક મહિલા સાથે પ્રેમસંબંધ હતો, હાલ આ સંબંધનો આવ્યો છે છતાં એ મહિલા તેને મળવા આવતી હતી. પત્નીને સમગ્ર બાબતની જાણ થતા તે માવતરે જતી રહી હતી. આ કારણે તેનો મગજ સતત ભમતો હતો રાત્રે ઘરેથી નીકળી મોરબી રોડ પર જઇ પેટ્રોલ છાંટયું હતું અને બાદમાં સાસુના ઘર પાસે ગયો હતો. ત્‍યાં સાસુ અને પત્ની બંને બહાર બેઠા હતા તેની નજર સામે જ શરીરે કાંડી ચાંપી અગ્નિસ્નાન કરવાનો પ્રયાસ કર્યો હતો.હાલ પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.