ભુજમાં મારામારીના બનાવમાં બંને જુથ્થના ત્રણ જણને ઇજાઓ.

ભુજ શહેરમાં સરપટનાકા બહાર ગાંધીનગરી પાસે રેલ્વે ફાટક નજીક બે જુથ્થ વચ્ચે છરી અને ધોકા સહિતના હથિયારો વડે થયેલી મારામારીમાં બને જુથ્થના ત્રણ જણ ઝખ્મી થયા હતા જેને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસને મળતી માહિતી પ્રમાણે સવારે બનેલી આ ઘટનામાં એક પક્ષના નિઝામ અબ્દુલ્લગની મોગલ (ઉ.વ. ૨૧ )અને જાબીર અબ્દુલ મોખા (ઉ.વ. ૨૦ ),જ્યારે સામા જુથ્થના સલીમ નુરમામદ સુરંગી (ઉ.વ. ૪૨ )ને ઇજાઓ થઈ હતી.  નિજામ અને જાબીર દ્વારા પોલીસ સમક્ષ તેમના ઉપર હુમલો કરવા મુદ્દે સલીમ સુરંગી અને કાસમ સાધાણી તથા તેમની સાથેના એક અજ્ઞાત શખ્સનું નામ લખાવાયું છે, જ્યારે સલીમ સુરંગીએ તેના ઉપર મોગલ નિઝામ,અમિન મોગલ, ભૂરા મોખા તથા તેમની સાથેના બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે, તેમ પોલીસે ઉમેર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *