અંજારમાં બંધ મકાનને નિશાન બનાવી ૫૨૦૦૦/-ની લૂંટ.

 

અંજારના વિજયનગર અંજલિ વિહારમાં એક બંધ મકાનને નિશાન બનાવી શખ્સો તેમાથી રોકડા રૂ. ૫૨૦૦૦/-ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. અંજાર પાસેની ખાનગી કંપનીમાં કામ કરતાં અને વિજયનગર,અંજલી વિહારમાં મકાન નંબર ૪૫-માં રહેતા હિતેશકુમાર રસીકલાલ સોનીના બંધ મકાનમાં શખ્સોએ ખાતર પાડ્યું હતુ. મૂળ ગાંધીનગર- કલોલના આ યુવાન ગત તા. 13/10 ના કામ અર્થે પોતાના વતનમાં ગયા હતા, તેવામાં શખ્સોએ કળા કરી હતી. તેમના બંધ મકાનના તાળાં તોડી શખ્સો અંદર ઘુસ્યાં હતા અને અંદર તિજોરી તોડી તેમાં રાખેલા રોકડા રૂ. ૫૨૦૦૦/-ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અંજાર શહેર અને તાલુકામાં પહેલા થયેલી અનેક ચોરી, લૂંટ,ચીલઝડપ, ઘરફોડ ચોરી, વાહનચોરી સહિતના કિસ્સાઓ પરથી હજુ પડદો ઉંચકાયો નથી તેવામાં વધુ એક ચોરીના બનાવને અંજામ આપીને શખ્સોનો ઘોડો વિનમાં રહ્યો હતો અને પોલીસનો ઘોડો લંગડાતો પાછળ રહી ગયો હતો. ભચાઉમાં આંગડિયા પેઢીમાં લૂંટ, ગાંધીધામમાં ગુરુકુળ વિસ્તાર ઘાડ સાથે લૂંટના બનાવોમાં હજુ કોઈ જ સઘડ પોલીસને મળ્યા નથી. આ ઘટનાઓમાં હજુ ફીફાં જ ખંડાયં છે તેવામાં બનતા ચોરીના બનાવોએ ચોરીના બનાવોએ લોકોમાં ચિંતા જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *