ભુજમાં બંધ દુકાનમાંથી રોકડ રકમ તથા માલ સામાનની ચોરીનો બનાવ બનતા ચોરી કરનાર યુવાન સામે ફોજદારી.

ભુજના સંજોગનગર મોટા પીર નજીક આવેલી કરીયાણાની દુકાનમાં બારી તોડીને 18 હજારની રોકડ રકમ તથા પાન મસાલાના પડીકાઓ સહિત 22,280ની ચોરીને અંજામ આપનાર આરોપી વીરૂધ વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર તેમજ સંજોગનગર મોટા પીર ચોકડી નજીક રહેતા મામદ હુશુન સમા(ઉ.વ.48)ની ફરિયાદને ટાંકીને પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ચોરીની ઘટના ગત 20 ઓકટોબરની રાત્રિના સમયથી સોમવારની સવાર દરમિયાન તેમની કરીયાણાની દુકાનમાં બની હતી. ગાંધીનગરીમાં રહેતા આરીફ સુમરા નામના શખ્સે તેમની બંધ દુકાનની બારી તોડી અંદર ઘૂસ્યો હતો. દુકાનના ગલ્લામાં રાખેલા રોકડ રકમ 18 હજાર તેમજ દુકાનમાં રહેલા વિમલ પાન મસાલા સહિત 4.080ની ચીજ વસ્તુઓ સહિત 22,280 નો મુદામાલ ચોરી કરી ગયો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આરોપી વીરૂધ ગુનો નોંધી ધડપકડ કરવા આગળની તપાસ તેજ કરી છે.