મુન્દ્રા તાલુકાનાં છસરા ગામે અગાઉ થયેલ ઝગડાનું મન:દુખ રાખીને બે જુથ વચ્ચે હથિયારો વડે સામસામે હુમલાના બનાવમાં છ ની હત્યા.

કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે જૂની અદાવતનું મનદુ:ખ રાખીને કુંભાર અને આહિર યુવકો વચ્ચે ભાલા સહિતના જીવલેણ હથોયારો વડે સામસામે હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ આહિર સમાજના ચાર પિતરાઇ ભાઈઓ સહિત 7 ને આ ધિંગાણાંમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાંથી 6ના સારવાર મળે તે પહેલા મૃત્યુ પામ્યા હતા.જ્યારે એક મુસ્લિમ શખ્સને ગંભીર હાલતમાં સારવાર માટે ભુજ ખસેડાયો છે. આ ઘટના પગલે નાના એવા ગામમાં ભારે હડકંપ મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર મુન્દ્રા તાલુકાનાં છસરા ગામે પહેલાના ઝઘડાને લઈને બે જુથ વચ્ચે ઘાતક હથિયારો સાથે ખૂનનો ખેલ ખેલયો હતો. ગત રાત્રે આહિર સમાજના 4 યુવકો પોતાના ખેતરથી ઘરે આવતા હતા તે દરમિયાન પૂર્વ પ્લાનીંગ સાથે જૂની અદાવતનું વેર વળવા સરપંચના પુત્ર અને તેના દાદા તથા અન્ય શખ્સોએ હથીયારો ઘારણ કરીને ઝધડો શરૂ કર્યો હતો. સામાપક્ષે આહિર યુવકોએ પણ તેમના મિત્રોને બોલાવી ઝધડાને ગંભીર રૂપ આપ્યું હતું. આ સશસ્ત્ર ધિંગાણાંમાં બે સગા આહિર ભાઈઓ તથા બે પિતરાઇ ભાઈઓ તેમજ સામાપક્ષે સરપંચ પુત્ર અને તેના દાદાને ગંભીર ઇજાઓ થતાં મુન્દ્રાસરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો મૃત્યુ થયો હતો. જ્યારે એક કુંભાર યુવકને ગંભીર હાલતમાં ભુજ ખસેડાયો હતો.