1 લાખની માંગણી કરનાર કોઠારા ના પૂર્વ પીએસઆઈની અટકનો માર્ગ મોકળો,આગોતરા જામીન અરજી નામંજૂર

કોઠારા પોલીસ સ્ટેશનમાં નોધાયેલી એક ફરિયાદના આધારે શખ્સે  મહિલાને રીમાન્ડ પરના લેવા અને વારેવારે પોલીસ સ્ટેશને બોલાવી હેરાન ના કરવા પેટે એક લાખ રૂપિયાની લાંચની માંગ કરનાર કોઠારાના પૂર્વ પીએસઆઈ ધીરજભાઈ નાનજીભાઈ પટેલ(ડી.એન.પટેલ)ની આગોતરા જામીન અરજી ભુજ સેશન્સ કોર્ટે નામંજૂર કરી દેતાં એસીબી માટે પીએસઆઈની અટકનો માર્ગ મોકળો થયો છે. પટેલે લાંચ માંગતા એસીબીએ રંગે હાથ પકડી લેવા છટકું ગોઠવ્યું હતું. પરંતુ શખ્સએ રકમ ન સ્વિકારતાં છટકું નિષ્ફળ ગયું હતું. જો કે, શખ્સની લાંચની માંગણી કરતી ઑડિયો ક્લિપ, કોલ ડિટેઇલ્સ, એફએસએલ ચકાસણીના આધારે પટેલે લાંચ માગી હોવાનું ફલિત થતાં ગત 10મી ઓક્ટોબરે એસીબીએ પટેલ તથા પોલીસ સ્ટેશનના આર્મ્ડ કોન્સટેબલ હિતેન્દ્ર જોશી સામે લાંચની માંગણી કરવાનો ગુનો દાખલ કર્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ભુજ એસીબી સ્પેશિયલ કોર્ટ શખ્સને  પીએસઆઈની આગોતરા   જામીન અરજી નામંજૂર કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *