કચ્છની ક્રીક સરહદેથી એકવાર પાંચ પાકિસ્તાની ઘુસણખોર પકડાયા, બીએસએફનું સધન સર્ચ ઓપરેશન

કચ્છની ક્રીક સરહદેથી વધુ એકવાર પાંચ પાકિસ્તાની ઘૂસણખોરો પકડાયા છે. બોર્ડર સિક્યોરીટી ફોર્સએ જી પીલર નં 31 થી 33 વચ્ચે કોઠાવારી ક્રીક પાસેથી આ ઘુસણખોરો પકડી પાડ્યા છે. જો કે, ઘુસણખોરો સાથે કોઈ બોટ ઝડપાઇ નથી. તેથી બીએસએફ દ્રારા સમગ્ર ક્રીક વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બીએસએફના સતાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલા પાંચેક ઘુસણખોરો માછીમાર હોવાનું જણાય છે. અલબત, તેમની સઘન પૂછતાછ હજુ બાકી છે. ક્રીકમાં બોટ સાથે અન્ય ઘુસણખોરો પણ છુપાયાં હોવાનું અથવા આ પાંચ શખ્સને પડતા મુકીને બોટમાં રહેલા અન્ય પાકિસ્તાનીઓ નાસી છૂટ્યા હોવાનું મનાઈ રહ્યું છે. દિપોત્સવી પર્વ આડે પખવાડિયું બાકી છે અને દેશમાં વિવિધ રાજ્યોમાં આતંકી હુમલાની ભીતિ સેવાય છે. તે વચ્ચે ક્રીક સરહદેથી પાંચ પાકિસ્તાની પકડાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.