જંગડીયા ગામની સીમમાંથી દેશી શરાબ બનાવવાની ભટ્ટી ઝડપાઇ.

નલિયા જંગડીયા ગામની સીમમાંથી દેશી શરાબ બનાવવાની ભટ્ટી પોલીસએ ઝડપી પાડી હતી. વાયોર પોલીસ સ્ટાફ પ્રેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી જાણકારીના આધારે જંગડીયા ગામની સીમમાંથી દેશી શરાબ બનાવવાની ભઠી ઝડપી પાડેલ છે. જેમાં 700લીટર દેશી શરાબ બનાવવાનો આથો કિંમત રૂ|. 1400 તથા એક એલ્યુમીનીયમનું ગભેલું કિંમત રૂ. 50 તથા એક કરણકુલ કિંમત રૂ|. એમ કુલ રૂ.1450નો મુદામાલ પકડવામાં આવેલ અને તહોમતદાર ખુમાનસિંહ સુતાજી ચૌહાણરહે.આશાપર,તા.લખપત વાળો હાજર મળ્યો નથી. જેના વિરૂદ્ધમાં ઘી પ્રોહી. એકટકલમ 65 એફ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *