કોર્પોરેટ સ્ટાઇલમાં ગુજરાતમાં દારૂ સપ્લાય કરનારા વિનોદ સિંધીની દુબઈથી અટકાયત કરાઈ

copy image

કોર્પોરેટ કંપનીની જેમ ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરતા કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની દુબઈથી અટકાયત કરવામાં આવી છે. વિનોદ સામે રેડ કોર્નર નોટિસ જારી થયા પછી ભારત-દુબઈની પ્રત્યર્પણ સંધિને લીધે દુબઈ પોલીસે વિનોદ સિંધીને પકડી પાડ્યો હતો. સ્ટેટ વિજિલન્સના વડા નિર્લીપ્ત રાય વિનોદની કસ્ટડી લેવા રવાના થયા છે. તેના સાથી નાગદાન ગઢવી સાથેની 29 ઓડિયો ક્લિપ ફરતી થતાં તે વિનોદ દુબઈ ભાગી ગયો હતો.

​​​​​​​વિનોદ સિંધી દુબઈ ભાગી ગયા પછી પણ હવે ગુજરાતનો દારૂનો હવાલો અમદાવાદનો દેવેન્દ્રસિંહ ઉર્ફે બંસી પરિહાર ચલાવે છે. વિજિલન્સે એક પછી એક કરેલા કેસમાં બંસીનું નામ બહાર આવ્યું હતું. વિનોદ સિંધી પછી બંસી મોસ્ટ વોન્ટેડ છે. તેની સાથે કનેક્ટેડ કેટલાક લોકોમાં ઉચ્ચ પોલીસ કર્મચારીઓ પણ સામેલ હોવાની સંભાવના વિજિલન્સના સૂત્રોએ વ્યક્ત કરી હતી.