રૂમની બહાર સૂતેલા 5 વર્ષના માસુમ પર લોડર મશીનનું વ્હીલ ફરી વળતાં મૃત્યુ નીપજયું


પલસાણાની એક મિલમાં બોઇલર વિભાગમાં નોકરી કરતા મજૂર દંપતીનો 5 વર્ષીય પુત્ર ત્યાં હાજર હતો તે દરમિયાન બોઇલરમાં કોલસા નાખવાનું લોડર મશીનના ચાલકે બાળકને કચડી નાંખતા બાળકનું મૃત્યુ થયું હતું. મૂળ મધ્યપ્રદેશના અને હાલ પલસાણા મધ્યે આવેલ પ્લોટ નંબર બી 21/22 પર આવેલ વિનીત ફેબિકર્સ નામની મિલમાં આવેલ રૂમમાં રહેતા અને મિલના બોઇલરમાં કોલસા નાખવાનું કામ કરતા સુનિલ સપુરસિંહ મીનાવા (27) અને તેની પત્ની શૈલબાઈ સાથે રોજ મોડી રાત સાંજે 7 વાગ્યાં દરમિયાન મિલના બોઇલર વિભાગમાં કોલસા નાખવાનું કામ કરી રહ્યા હતા
તે અરસામાં સુનિલભાઈનો 5 વર્ષીય પુત્ર શક્તિ તેના રૂમની બહાર સૂતો હતો એ વેળાએ બોઇલર વિભાગમાં લોર્ડર મશીન ચલાવતો અંકિત કુમાર લોડર મશીન લઈને આવ્યો અને બેદરકારીથી સુનિલ કુમારના 5 વર્ષીય પુત્રને શક્તિને કચડી નાખ્યો હતો બાળકને માથા પરથી ટાયર ફળી જતાં માતા શૈલબાઈએ બુમબૂમ કરી હતી જ્યાં લોકોનું ટોળું એકઠા થઈ ગયુ હતુ બાળકને તત્કાલિક પલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મધ્યે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.