ગેરકાયદેસર રીતે લુઝ ડી.એ.પી.ફર્ટીલાઇઝર ખાતર સંગ્રહ કરી વેચાણ કરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી,ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, મહેન્દ્ર બગડીયા સાહેબનાઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી. ટીમે બાતમી આધારે ગાંધીધામથી ભચાઉ તરફ જતા સર્વિસ રોડ પર આવેલ હોટલ શમા પાર્કિંગમાં આવેલ સી.ટી.સી. ટ્રાન્સપોર્ટની ઓફીસ પાસે હીરાલાલ ડોજા૨ામ ગોદારા વાળાએ પોતાની કબજાની ટ્રેલરમાં લુઝ ડી.એ.પી.ફર્ટીલાઇઝ ખાતર રાખી ગેરકાયદેસર રીતે આવશ્યક ચીજવસ્તુ સંગ્રહ કરી કોઇ આધાર પુરાવા રજુ ન કરી પોતાના આર્થિક ફાયદા સારૂ વેચાણ કરતો હોય જેથી કુલ્લ કિ.રૂા.૨૪,૯૬,૪૪૦/- નો મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધમાં આવશ્યક ચીજવસ્તુ ધારા ક્લમ ૩,૭ મુજબનો ગુન્હો ગાંધીધામ એ.ડીવીઝન પો.સ્ટે.દાખલ કરાવેલ.

    પકડાયેલ આરોપીઃ

હીરાલાલ સ/ઓકોજારામ ગોદારા ઉ.વ.૩૧ ૨હે.ડાંડુસ૨ થાના-જામા૨ જી.બિકાનેર રાજસ્થાન

પકડાયેલ મુદ્દામાલની વિગત: (૧)લુઝ ડી.એ.પી.ફર્ટીલાઈઝર ખાતર

૪૧.૩૭0 ટન કિ.રૂા.૪,૯૬,૪૪0/

(૨)ટ્રેલર નં.આર.જે.૦૭ જી.સી. ૪૨૨૪ કિં.રૂા.૨0,00,000/

(3)ડ્રાઈવીંગ લાયસન્સ કિ.31.00/00

(૪)શ્રી રામદેવ વે-બીજ એવરી કોમ્પ્યુટર વજન કાંટા બીલ કિ.રૂા.00/00

(૫)રિશી શીપીંગની ટોકન સ્લીપ નં.૪૮૮૬ વાળી સ્લીપની નકલ કિ.રૂા.00/00

કુલ્લ રૂા. કિ.રૂા.૨૪,૯૬,૪૪૦/- નો મુદ્દામાલ

ઉપરોક્ત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઇન્સ.શ્રી એસ.એન.ગડુ તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.એમ.ઝાલા તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ