ગટર નહીં તો વોટ નહીં : રહીશોએ મોરચો કાઢી પાલિકામાં હોબાળો મચાવી, ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી

kutchcare-32

આણંદ નગરપાલિકાના સત્તાધિશોએ કરોડો રૂપિયાનો ધુમાડો કરી દીધો છે. ત્યારે રહિશોને ટેક્ષ ભરવા છતાં મળવાપાત્ર ડ્રેનેજની સુવિધાથી વંચિત રાખવામા આવતા વોર્ડ નં 2ના રહીશોએ પાલિકા ભવનમાં હોબાળો મચાવ્યો હતો. જોકે, ટૂંક સમયમાં ગટર લાઇનની સુવિધા નહીં મળે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

રહીશો દ્વારા હોબાળો મચાવી સૂત્રોચ્ચાર કરાતા પાલિકામાં ચર્ચાના વિષય બન્યો હતો. આણંદના ઝોન વિસ્તારમાં ગટર લાઇનની પાઇપ લાઇન નખાઈ છે. જોડાણ આપવામાં નહીં આવતાં ગંદા પાણીના નિકાલ માટે હાલાકી ભોગવવી પડે છે. હાલમાં સફાઇ કામદારોની હડતાળ હોવાથી વારંવાર ખાળ કૂવો ભરાઇ જવાટી ગંદા પાણીના નિકાલ માટે વધુ નાંણા ખર્ચીને ખારકૂવા ખાલી કરાવવાની ફરજ પડી રહી છે.