ભરૂચનાં શો-રૂમમાં ભીડનો લાભ ઉઠાવી બે યુવતી બૂટની ઉઠાંતરી કરી પલાયન

copy image

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલાં એક બુટના શોરૂમમાં ભીડ જામી હતી તે સમયે એક બે યુવતિઓ ત્યાં આવી હતી. તેઓએ પહેલાં શોરૂમની બહાર મુકેલા બુટ-ચંપલ જોવાનું નાટક કર્યાં પછી એક યુવતિના ઇશારે તેની અન્ય સાગરિત યુવતિ શો-રૂમમાં પ્રવેશી હતી. તેણે અંદર પ્રવેશતાં જ કાઉન્ટર પાસે મુકેલાં મોંઘાદાટ બુટોનું એક બોક્ષ ઉઠાવી આસપાસના લોકો તરફ નજર ફેરવી તક મળતાં ત્યાંથી મોંઘેરા બુટ લઇને દુકાનની બહાર નિકળી ગઇ હતી. જ્યાં તેની સાથેની અન્ય યુવતિ પણ તેની સાથે જોડાતાં બંને ત્યાંથી ભાગી ગયા હતાં.

આ દરમિયાનમાં દુકાન સંચાલકોને સીસીટીવીના ફૂટેજમાં તસ્કરીની જાણ થતાં તેઓએ બંનેને શોધવાનો પ્રયત્ન કરતાં બંનેનો પાંચબત્તી સુધી પિછો કર્યો હતો. તો બંને એક કારની પાછળ છુપાઈ ગઇ હતી. તેમ છતાંય દુકાનદારે બંનેને પકડી લીધી હતી. તેમના સીસીટીવી ફૂટેજના વિડિયો સોશિયલ મડિયા પર વાયરલ થયાં હતાં.