ગોધરા પાસે પીકઅપ ગાડીની અડફેટે આવી જતા માતા-પુત્ર અને ભત્રીજાનું મૃત્યુ

copy image

ગોધરા દાહોદ હાઈવે રોડ ઉપર લાડપુર નજીક બાઈક અને પીક-અપ વાહન વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં જ ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામના માતા પુત્ર તથા ભત્રીજો આર્મીમાં ભરતી માટે આધારકાર્ડ કઢાવવામાં માટે ગોધરા મધ્યે આવી રહયા હતા તે દરમિયાન લાડપુર પાસે એક પૂર ઝડપે આવતી પીકઅપ વાહન ચાલકે બાઈકને ઠોકર મારતા રોડની સાઈડમાં ફંગોળાઈ ગયા હતા અને ઘટના સ્થળે જ બે વ્યક્તિઓનું કમકમાટી ભર્યુ મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નિપજતા ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી. આ પીકઅપ ચાલક અકસ્માત કરીને વાહન ત્યાં મૂકીને પલાયન થઈ ગયો હતો.આ અકસ્માતની જાણ ગોધરા તાલુકા પોલીસને કરાતા જ ઘટના સ્થળે દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  મૃતક યુવરાજ નામના યુવકના લગ્નને અંદાજે બે વર્ષ જેટલો સમય થયો હતો અને હાલ દોઢ વર્ષની દીકરીએ પિતાની છાયા ગુમાવી દીધી.

મૃતકોના નામ: કોળી યુવરાજ વિજયભાઈ, ઉંવ.વર્ષ.22, ડાયરા રાજેશભાઈ અશોકભાઈ, ઉંવ.વર્ષ.18,

ડાયરા સમરતબેન અશોકભાઈ, ઉંવ. વર્ષ.38